"બશિર કા કાવા", અા વાક્ય ભલે મિશન કાશ્મીર નુ હોય, જામનગરી જનતા ના કાવા પ્રેમ ને ના પહોચે.
શિયાળાની શરૂઆત થતાની સાથે જ સાંજથી જ લોકો કાવો પીવા ઉમટી પડે છે.
જામનગરના કાવાના મસાલા દેશ-વિદેશમાં પણ ધૂમ મચાવી રહ્યા છે, ઠંડીના મારણ માટે શિયાળામાં કોઈ જામનગરવાસી એવો નહીં હોય જે કાવો પીતો ન હોય, સાંજ પડેને કાવાની રેંકડીઓની આજુબાજુ કાવા સાથે ટોક શોનો પ્રારંભ થાય છે.
વિશ્વભરમા મુખ્યત્વે અતિ લોકપ્રિય કાવો આયુર્વેદીક મીકસ મસાલાથી ભરપુર ઉકાળીને બનાવવામાં આવે છે.
શરદી, ઉધરસ, કફ, ગેસ, પીતવાયુ, અપચો જેવા માટે કાવો અકસીર ગણવામાં આવે છે.આ કાવામાં ર૦ જેટલા આયુર્વેદીક મસાલા જેમાં બુંદદાણા, આદુરસ, સંચર, સુંઠ પાવડર વગેરેથી ઉકાળીને તેને લીંબુ મસાલા સાથે ગરમા-ગરમ પીવડાવવામાં આવે છે. એક-એક ઘુંટ શરીરમાં જાણે સર્ફુતીનો અનુભવ કરાવે છે. કાવામાં લવીંગ અને તજ જેવી વસ્તુઓ નાખવામાં આવતી નથી.
ભુજીયા કોઠા પાસે રજવાડી કાવા નામે બે પેઢીથી રેંકડી નાખી ધંધો કરતાં રણજીતસિંહ ગોહિલ જણાવે છે કે, બાપા-દાદાએ પાંચ પૈસા અને દશ પૈસાથી કાવો વેચવાની શરૂઆત કરી હતી. જે આજે એક ગ્લાસના રૂ. ૧૦ લેવામાં આવે છે.
અા કાવાનો મસાલો અમેરીકા, લંડન (અને અમર સીઁગાપોર મા પણ)સહિતના દેશોમાં મોકલે છે. ઉપરાંત ગુજરાત બહાર પણ તેની નિકાસ કરે છે.
- જામનગરી