16 એપ્રિલ ના રોજ ગુજરાત ના રાજ્યપાલ જામનગર ના વાલસુરા ની મુલાકાતે આવશે,
રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી ૧૬ મી એપ્રિલે આઈએનએસ-વાલસુરામાં નૌસેના અધિકારીઓની પાસીંગ પરેડના નિરીક્ષણ માટે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે.
આ પરેડ સમારોહમાં નૌસૈનિક અધિકારીઓના માતા-પિતા અને જામનગર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ પરેડ સવારે ૭.૩૦ થી ૮.૩૦ દરમિયાન યોજાશે, જેમાં રાજ્યપાલશ્રી ઉપસ્થિત રહેશે.