ગુજરાત ACB નુ નવુ ટાર્ગેટ ક્લાસ ૧ અોફીસર છે, અા વાત ફરી થી જામનગર ની રેડ મા સાબીત થયેલ છે.
જામનગર માં આવેલી આસિસ્ટન્ટ લેબર કમિશ્નર ઓફીસમાં આજે અેન્ટી કરપ્શન ની રેડ મા આસિ. કમિશ્નર અને તેના વચેટીયો રોકડ રૂ.૩પ૦૦ની લાંચ મા ઝડપાઇ ગયા.
આસિ. કમિશ્નરના ઘરની પણ તલાશી લેવામાં આવી રહી છે.
અેક લાયસન્સ રીન્યુ કરવા માટે જામનગર આસી.લેબર કમિશ્નર ભગીરથ ત્રિવેદીએ રૂ.૩પ૦૦ની લાંચની માંગણી કરી હતી. અા માઁગણી ની ફરીયાદ ACB પાસે પહોચતા લાંચ રૂશ્વત વિરોધી શાખાના સ્ટાફે છટકુ ગોઠવ્યું હતું.
આ કાર્યવાહી બાદ ACBઅે આસિ.કમિશ્નર ભગીરથ ત્રિવેદીના શહેરના વાલ્કેશ્વરી નગરીમાં આવેલા રહેણાંક મકાનની પણ તલાસી લીધી છે.
મિડલમેન પાર્થ સંઘવી અગાઉ અા જ કચેરીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર નોકરી કરતો હતો.