જામનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષો બાદ રંગમતી નદીના પટમાં શ્રાવણમાસ દરમ્યાન ૯ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
અા વખતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં ૬ દિવસના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જો કે શ્રાવણ માસના તમામ સોમવાર અને અમાસના નદીના પટમાં લોકમેળો યોજાશે.
રંગમતીના નદીના પટમાં શ્રાવણમાસના સોમવાર
તા.૧૭-ર૪ અને ૩૧ ઓગષ્ટ તેમજ
શ્રાવણમાસના અમાસના તા.૧૩ સપ્ટેમ્બર
શ્રાવણમાસમાં પાંચમ થી નોમ સુધી એટલે કે તા.૩, ૪, પ, ૬, ૭, સપ્ટેમ્બર સુધી રંગમતી નદીના પટમાં લોકમેળો યોજાશે.
આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડમાં પાંચમથી દશમ સુધી એટલે કે તા.૩, ૪, પ, ૬, ૭, ૮,સપ્ટેમ્બરના છ દિવસ સુધી લોક મેળો ઉજવાશે.