જામનગરના રણજીતસાગર ડેમ પાસે અાવેલ ગૌશાળા મા અબોલ જીવોના મોત ભૂખમરાથી નિપજ્યાના સનસનીખેજ આક્ષેપ સાથે મહાપાલિકાના વિરોધ પક્ષના નેતાએ મ્યુનિસિપલ કમિશરને રજૂઆત કરતાં ચકચાર મચી જવા પામી છે.
નવી વિગત મુજબ અા "ડબ્બા" ના કર્મચારીઓ મૃત પશુઓનું બારોબાર વેચાણ કરી રોકડા કરી લેવાના પણ સમાચાર મળે છે.
આ પશુઓને સુકોઓને સુકો ભુસો આપવામાં આવતો નથી. તેમજ ગોળનું પાણી આપવામાં આવતું નથી. સારવારની દવાનો અભાવ છે.
નવાઇ ની વાત અે છે કે માંદા પશુ રજીસ્ટર નિભાવવામાં આવતુ નથી. મૃત પશુ વેંચી મારવામાં આવે છે.
એનીમલ હેલ્પલાઈન એમ.પી.શાહ ફાઉન્ડેશનના ડોકટરે જણાવ્યું છે કે આ મુંગા પશુને પુરતુ પોષણ નથી મળ્યું એટલે તડફડીયા મારીને મોતના મુખમાં ધકેલાય છે.